શ્રી ઝવેરચંદ મેઘાણીના ગીતોની સ્પર્ધા

ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના ઉપક્રમે “કસુંબીનો રંગ”, “શ્રી ઝવેરચંદ મેઘાણીના ગીતોની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યુ હતુ. ૧૨:૦૦ કલાકે કાવ્યપઠન સ્પર્ધાના ઉદ્ઘાટન બેઠક આદરણીય કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.આ કાર્યક્રમનો મંગલ પ્રાંરભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.ઉદ્ઘાટન પ્રસંગે માન.કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, તથા માન.ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાહેબ તથા ગુજરાતી ભવનના અધ્યાપકશ્રી ડો.જે.એમ.ચંદ્રાવાડીયા,ડો. દિપક પટેલ તથા શારીરિક શિક્ષણ વિભાગના નિયામકશ્રી ડો. જતિન સોની તથા ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાવ્યપઠન સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું ભવન વતી સ્વાગત પ્રવચન ડો. દીપક પટેલ દ્રારા કરવામાં આવેલ હતુ. આ સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનોનું ગુજરાતી ભવન તરફથી પરિસંવાદની યાદગીરીરૂપે પુષ્પગુચ્છ અને પુસ્તકોની ભેટ આપી અભિવાદન કરવામાં આવેલ હતુ.કાર્યક્રમના મંચાસીન મહેમાનશ્રીઓ દ્રારા દિપ પ્રાગટ્ય કરીને કાવ્યપઠન સ્પર્ધા શરૂ કરવામાં આવેલ હતી. માન.કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, તથા માન.ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાહેબ દ્રારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવામાં આવેલ હતી.કાર્યક્રમનો સમાપન ૦૬:૦૦ કલાક દરમિયાન યોજવામાં આવેલ હતો. જેના પ્રમુખ સ્થાને શારીરિક શિક્ષણ નિયામક  ડો. જતિન ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ઉપસ્થિત ડો. જે.એમ. ચંદ્રાવાડીયા સાહેબના હસ્તે વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અંતમાં આભાર દર્શન બાદ કાર્યક્રમને સંપન્ન થયેલો જાહેર કર્યો હતો.


Published by: Physical Education Section

18-09-2021